ચારધામ યાત્રાના માર્ગમાં ૫૦ હેલ્થ એટીએમ રહેશે…

0
326

આ હેલ્થ એટીએમમાં ૭૦ પ્રકારની સુવિધા રહેશે, જેમાં ઈસીજી, બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ સિવાય હાર્ટ અને કિડનીને સંબંધિત રોગોની ટેસ્ટ પણ કરાવી શકાશે.ઉત્તરાખંડમાં આવતા મહિનાથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા દરમ્યાન શ્રદ્ધાળુઓને હેલ્થ સર્વિસિસ મળશે, જેના માટે ૫૦ અલગ-અલગ જગ્યાઓએ હેલ્થ એટીએમ લગાડવામાં આવશે, જ્યાં યાત્રા દરમ્યાન કોઈ પેશન્ટની તબિયત ખરાબ થતાં ડાયગ્નોસ્ટિક લૅબોરેટરીથી લઈને સારવાર સુધીની સુવિધા રહેશે. આ હેલ્થ એટીએમમાં ૭૦ પ્રકારની સુવિધા રહેશે, જેમાં ઈસીજી, બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ સિવાય હાર્ટ અને કિડનીને સંબંધિત રોગોની ટેસ્ટ પણ કરાવી શકાશે.માત્ર ૧૫ મિનિટમાં આ ટેસ્ટ્સના રિપોર્ટ મળી જશે, જેના પછી ત્યાં હાજર રહેલા ડૉક્ટર એ રિપોર્ટ અનુસાર તાત્કાલિક સારવાર શરૂ કરાવી શકશે. એ દરમ્યાન જરૂર પડે તો પેશન્ટને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવાની પણ સુવિધા રહેશે. આ હેલ્થ એટીએમમાં ટચ સ્ક્રીન હાર્ડવેર રહેશે.

ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ ચારધામ યાત્રાની શરૂઆત ૨૨ એપ્રિલથી થશે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ૨૨ એપ્રિલે પરંપરા અનુસાર ખોલવામાં આવશે, જ્યારે કેદારનાથ ધામના કપાટ ૨૫ એપ્રિલે અને બદરીનાથ ધામના કપાટને ૨૭ એપ્રિલે ખોલવામાં આવશે.

ચારધામ યાત્રા માટે પાયાની સુવિધાઓ વિકસાવવા માટે ઉત્તરાખંડ સરકારે શનિવારે આઇટી ફર્મ હેવલેટ પેકર્ડ એન્ટરપ્રાઇઝની સાથે સમજૂતી કરાર પણ કર્યા હતા.