ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ૭ દેશ સામે ત્રણેય ફૉર્મેટની સિરીઝ રમશે ભારત

0
246

પાકિસ્તાનમાં યોજાનારી ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલાં ભારતીય ટીમ ૭ દેશ સામે અલગ-અલગ ફૉર્મેટની સિરીઝ રમવા જશે. T20 વર્લ્ડ કપ બાદ જુલાઈ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં ભારતીય ટીમ બે વન-ડે સિરીઝ, ૩ ટેસ્ટ-સિરીઝ અને પાંચ T20 સિરીઝ રમશે. ગઈ કાલે ભારતીય ટીમના ચાર મૅચની T20 સિરીઝ માટેના સાઉથ આફ્રિકાના પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી. ૮ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી આ મૅચો રમવામાં આવશે.