જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં હડકવા વિરોધી રસી નો અભાવ

0
1422

ગામે ગામે આરોગ્ય સેવાઓ મજબુત કરવાનો સંકલ્પ ધરાવતી રાજ્ય સરકાર પાટનગરને અડીને આવેલા ગામોના આરોગ્ય કેન્દ્રમાં જ જરૂરી દવાઓનો સ્ટોક નથી. જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. છેલ્લા ઘણા વખતથી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસીનો સ્ટોક નથી. આ અંગે આરોગ્ય ચેરમેનની વારંવારની ફરિયાદ છતાં કોઇ અધિકારી સાંભળતું જ નથી.

આ અંગે રોષ ઠાલવતાં ગાંધીનગર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નરેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગાંધીનગર તાલુકા જ નહીં પરંતુ જિલ્લાના તમામ પ્રાથમિક – સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરી દવાઓનો સ્ટોક હોતો જ નથી. મોટા ભાગે દર્દીઓને તપાસીયા વગર જ માણસા અથવા ગાંધીનગરની સિવિલમાં તગેડી મુકવામાં આવે છે. એટલું જ નહીં તમામ આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસીનો સ્ટોક છ મહિનાથી નથી. આ અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને વારંવાર સુચના આપવામાં આવી છે છતાં કોઇ પણ આરોગ્ય કેન્દ્રમાં હજુ સુધી આ સ્ટોક ભરવામાં આવ્યો નથી.

જેના કારણે દર્દીઓને કુતરૂ કરડવાના કિસ્સામાં ગાંધીનગરમાં જ લાંબુ થવું પડે છે. રાજ્ય સરકાર એક બાજુ આરોગ્ય કેન્દ્રને મજબૂત કરીને ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્યની સેવાઓ પહોંચાડવાના મોટા મોટા દાવા કરે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં જ દિવા તળે અંધારૂ હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. જરૂરી ડોક્ટર અને દવાનો સ્ટોક જ આરોગ્ય કેન્દ્રમાં નહીં હોવાના કારણે આ આરોગ્યના કેન્દ્ર બિમાર હાલતમાં જોવા મળી રહ્યાં છે. આવી સ્થિતિના કારણે  ઘણા વખતથી જિલ્લાના દર્દીઓ હેરાન થઇ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here