જિલ્લામાં કોરોનાના નવા 14 કેસમાંથી 9 મહિલા અને 5 પુરૂષ સંક્રમિત

0
491

મનપાના સેક્ટર-16માં રહેતી અમદાવાદ સિવીલની સ્ટાફ નર્સ સહિત જિલ્લાની નવી 14 વ્યક્તિઓમાંથી આઠ મહિલાઓ અને 5 પુરૂષો સંક્રમિત થયા છે. જિલ્લાના કલોલ તાલુકામાં નવા છ કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં સેક્ટર-19માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. સેક્ટર-3-એમાં એક એક કેસ જ્યારે સેક્ટર-26માં પતિ-પત્ની સંક્રમિત બન્યા છે. અમરાજીના મુવાડમાં, પ્રાંતિયા અને પેથાપુરમાં એક એક કેસ નોંધાયો છે. લોકડાઉન-4ની આંશિક છુટછાટથી કોરોના કેસે રફ્તાર પકડી હોય તેમ દિન પ્રતિદિન કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં મંગળવારે કોરોનાના નવા 14 કેસ નોંધાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. નવા નોંધાયેલા 14 કેસમાંથી 9 મહિલાઓમાં 5 યંગ, 3 વૃદ્ધ અને 1 આધેડનો સમાવેશ થાય છે. જિલ્લાના કલોલ તાલુકામાં કુલ કેસ 60 થયા છે. જ્યારે ગાંધીનગર તાલુકામાંથી 73 કેસ નોંધાયા છે. ઉપરાંત દહેગામમાંથી 17 અને માણસામાંંથી 16 કોરોનાના કેસ નોંધાયા છે. આથી જિલ્લાના ચારેય તાલુકામાંથી કુલ કેસનો આંકડો 166એ પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here