ટાઈમ્સ સ્કવેર પર ડિસ્પ્લે થયું RRRનું પોસ્ટર

0
620

રામ ચરન, જુનિયર એનટીઆર અને આલિયા ભટ્ટની અપકમિંગ મૂવી RRRની થીયેટર રિલિઝની ખાસા સમયથી રાહ જોવા રહી છે. દેશના સાઉથ અને નોર્થ રિજનમાં ક્યુરિયોસિટી ઊભી કર્યા બાદ આ ફિલ્મે ઈન્ટરનેશનલ લેવલે ઓળખ મેળવવાની કવાયત પણ શરૂ કરી છે. તાજેતરમાં ફિલ્મનું પોસ્ટર ન્યૂયોર્ક ખાતે ટાઈમ્સ સ્ક્વેર પર ડિસ્પ્લે થયું હતું, જેને મેકર્સે ટ્વિટર પર શેર કર્યુ હતું. ફિલ્મનું સોંગ ગુરુવારે રિલિઝ થયું હતું. આ સોંગમાં જુનિયર એનટીઆર કોમારામ બીમ તરીકે જોવા મળે છે. ફિલ્મ મેકર રાજામૌલિએ અગાઉ પવન કલ્યાણ, રાણા દુગ્ગુબાટીનો આભાર માન્યો હતો, કારણ કે તેમણે બોક્સ ઓફિસ ક્લેશ રોકવા પોતાની ફિલ્મ ભીમલા નાયકની રિલિઝ પોસ્ટપોન કરી હતી. મહેશબાબુ અને કિર્તિ સુરેશની ફિલ્મ સરકારુ વારી પટ્ટાના મેકર્સ પણ તેને પોસ્ટપોન કરવા સંમત થયા હતા.સાતમી જાન્યુઆરીએ આ ફિલ્મ મલ્ટિપલ લેન્ગવેજમાં રિલિઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here