ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત વિ ન્યૂઝીલેન્ડ ફાઇનલ : પિચ, હેડ ટુ હેડ, મોસમ અને લાઇવ સ્ટ્રીમિંગ સહિત બધી જાણકારી

0
30

ટી 20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. 8 માર્ચને રવિવારના રોજ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સતત બે ટી-20 વર્લ્ડ કપ ટાઈટલ જીતનારી પ્રથમ ટીમ બનવાથી માત્ર એક જ જીત દૂર છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. સાંજે 6.30 કલાકે ટોસ થશે.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે હેડ ટુ હેડ
મેચ : 30
ભારત જીત : 16
ન્યૂઝીલેન્ડ જીત : 11
ટાઇ : 3 (જેમાં 2 મેચ ભારતે જીતી).
ભારત વિ ન્યૂઝીલેન્ડ ટી-20 વર્લ્ડ કપ હેડ ટુ હેડ
મેચ-3
ભારત જીત્યું – 0
ન્યૂઝીલેન્ડ જીત્યું -3
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બ્લેક ક્લેની પીચ પર ભારતીય ટીમનો સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડયો હતો. આવામાં ફાઈનલમાં લાલ માટી કે બંને માટીની બનેલી પીચ મળી શકે છે.

અમદાવાદ હવામાન
રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ દરમિયાન અમદાવાદમાં હવામાન ક્લિન રહેવાની સંભાવના છે. જોકે ઝાકળની અસર થઈ શકે છે.