તારા સુતરિયાએ વીર પહાડિયા સાથે રિલેશનશિપ જાહેર કરી….

0
410

થોડાં વખત પહેલાં જ તારા સુતરિયાનો નવો મ્યુઝિક વીડિયો આવ્યો, “થોડી સી દારુ” જેના કારણે તે હાલ ચર્ચામાં છે, તેણે આ વીડિયોમાં શ્રેયા ઘોષાલ અને એપી ધિલ્લોં સાથે કામ કર્યું છે. એપી ધિલ્લોં સાથેની તેની કેમેસ્ટ્રી તો લોકોને પસંદ આવી જ. સાથે તેના કહેવાતા બોયફ્રેન્ડ વીર પહાડિયા સાથેની વાતચીતે ખાસ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

તેણે આ વીડિયોના શૂટ પહેલાનાં કેટલાક બિહાઇન્ડ ધ સીન વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જેમાં ગોલ્ડન બેકલેસ મિનિ ડ્રેસમાં તારા ખુબ આકર્ષક દેખાય છે. જ્યારે એપી ધિલ્લોં વ્હાઇટ શર્ટ અને લૂઝ બૉ ટાઇમાં જોવા મળે છે. આ પોસ્ટ સાથેની કૅપ્શનમાં તેણે લખ્યું,“તુ હી એ ચાન. મેરી રાત એ તુ” ઘણા ફૅન્સને તેની આ તસવીરો ઘણી પસંદ પડી, પરંતુ આ તસવીરો પર વીર પહારિયાએ આપેલા રિએક્શને જ સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

વીરે આ પોસ્ટની કમેન્ટમાં માત્ર “માય(મારી)” લખ્યું, તેની સાથે એક સ્ટારનો અને એક રેડ હાર્ટનો ઇમોજી મુક્યો હતો. આ પ્રેમની અભિવ્યક્તિ આટલે અટકતી નથી. વીરની આ કમેન્ટના જવાબમાં તારાએ રિપ્લાય કર્યો અને લખ્યું,“માઇન(મારો)” સાથે તેણે ઇવિલ અને રેડ હાર્ટનું ઇમોજી મુક્યું હતું. આ વાતચીતે ઘણાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બંનેની આ કમેન્ટથી તેઓ બંને પોતાની રિલેશનશિપ જાહેર કરવાનું આયોજન કરી રહ્યા છે, એવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકોએ આ બંનેને સુખી જીવનની શુભેચ્છાઓ પણ આપી દીધી હતી.