દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ

0
333

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે જેની જાણકારી તેમણે પોતે જ ટ્વિટ કરીને આપી છે. તેમણે જણાવ્યું કે, હું કોરોના સંક્રમિત થઈ ગયો છું. સંક્રમણના લક્ષણો હળવા છે જેને ધ્યાનમાં રાખીને ઘરમાં જ આઈસોલેટ થયો છું. જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરી પોતાને આઈસોલેટ કરો અને સાથે કોરોના ટેસ્ટ પણ કરાવો.કોરોનાના વધતા કેસોની વચ્ચે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની આજે બેઠક થશે જેમા કોરોનાની હાલની સ્થિતિની સમીક્ષાની સાથે તેનો સામનો કરવા માટે આગળની કાર્યયોજના તૈયાર થશે. અધિકારીઓનું કહેવું છે કે, આ સમયે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ધોરણ પર હાલ દિલ્હી રેડ ઝોનમાં પહોંચી ગઈ છે. નિયમિત લોકડાઉનની સ્થિતિ છે. જોકે, હજુ વધારે કેસો ગંભીર નથી. હોસ્પિટલોમાં પણ હજુ બેડ ખાલી છે. આ બધા વિશે ચર્ચા કરવા અને ભાવિ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી ગ્રૈપની સખ્તી વધારવી કે યલો એલર્ટ ચાલુ રાખવું તે અંગે નિર્ણય લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here