દિલ્હીમાં આજે મેયર પદ માટે ચૂંટણી….

0
166

દિલ્હીમાં આજે મેયર પદ માટે ચૂંટણી થવાની છે. જેમાં સીધો મુકાબલો આમ આદમી પાર્ટીના શૈલી ઓબેરોય અને ભારતીય જનતા પાર્ટીના નેતા શિખા રાય વચ્ચે રહેશે. દિલ્હી નગર નિગમમાં આમ આદમી પાર્ટી સત્તા પર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 26 એપ્રિલના રોજ થનારી ચૂંટણી માટે બે ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું હતું. જેમાં હાલના મેયર ઓબેરોય અને ભાજપના શિખા રોય છે. સવારે 11 વાગે સદનની કાર્યવાહી શરૂ થશે. સૌથી પહેલા મેયર ચૂંટણીની પ્રક્રિયા થશે. અને જે પણ મેયર તરીકે ચૂંટણી આવશે તેઓ ડેપ્યુટી મેયરની ચૂંટણી પૂરી કરાવશે. શૈલી ઓબેરોય 22 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે ભાજપના રેખા ગુપ્તાને 34 મતથી હરાવ્યા હતા. શૈલીને 150 મત મળ્યા હતા જ્યારે  રેખાને કુલ 266માંથી 116 મત મળ્યા હતા. દિલ્હીમાં મેયર માટે વારાફરતી એક-એક વર્ષના પાંચ કાર્યકાળ માટે ચૂંટણી થાય છે.