દિલ્હીમાં આતિશીએ મુખ્યમંત્રી પદની કમાન સંભાળી…

0
99

નવા મુખ્યમંત્રી આતિશીએ પોતાનું પદ સંભાળી લીધું.જોકે તેઓ સીએમ ઓફિસમાં એક ખુરશી ખાલી રાખીને બાજુમાં બીજી ખુરશી પર બેઠા અને કહ્યું કે, “જે રીતે ભરતે પોતાનું સિંહાસન સંભાળેલું તે જ રીતે હું દિલ્હી સંભાળવાની.” નવા સીએમ આતિશીએ એવું પણ કહ્યું કે, “4 મહિના પછી લોકો ફરી કેજરીવાલને આ ખુરશી પર બેસાડવાના છે. જેથી ત્યાં સુધી આ ખુરશી સીએમના રૂમમાં જ રહેશે અને કેજરીવાલની રાહ જોશે.”બીજી તરફ દિલ્હી ભાજપના જિલ્લા અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, “આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી પદની ગરિમાની સાથે દિલ્હીની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ કોઈ આદર્શનું પાલન નથી પણ ચાપલૂસી છે.” વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, “કેજરીવાલ જવાબ આપે કે શું તેઓ આ રીતે રિમોટ કંટ્રોલ દ્વારા દિલ્હીની સરકાર ચલાવશે?”