‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ ઈગલ ન્યૂઝની વેબસાઇટ પર લાઈવ

0
720

વિશ્વની સૌથી જુની લોકશાહી અને સૌથી મોટી લોકશાહીના અભૂતપૂર્વ મેળાપને જીવંત નિહાળો….

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ઐતિહાસિક યાત્રાના ભાગરૂપે ૨૪ ફેબ્રુઆરીએ, અમદાવાદ
પધારશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમની સાથે રહેશે. આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ
ચૂકી છે. વિશ્વની સૌથી જૂની લોકશાહી અને સૌથી મોટી લોકશાહીના આ અભૂતપૂર્વ મેળાપ સમયના વિવિધ કાર્યક્રમોનું ઈગલ ન્યૂઝની વેબસાઈટ www.eaglenews.in પરથી જીવંત પ્રસારણ થનાર છે.

ભારતની યાત્રા દરમિયાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ અને દિલ્હીની મુલાકાત લેનાર છે. ૨૪મી
ફેબ્રુઆરીએ તેઓ સીધા અમદાવાદ ગાંધીઆશ્રમ આવી પહોંચશે. ત્યારબાદ ભવ્ય રેલીમાં તેઓનું જાહેર અભિવાદન
કરાશે. અને નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં વિશાળ મેદની વચ્ચે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ અતિ ભવ્યતાથી યોજાશે. અમેરિકી પ્રમુખના આગમનને પગલે સમગ્ર રૂટ અને કાર્યક્રમોના સ્થળોએ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં
આવી છે. ભારત-અમેરિકાની મૈત્રીના ઐતિહાસિક સંબંધોનું સાક્ષી બની ‘ઈગલ  ન્યૂઝ’ દ્વારા પોતાની વેબસાઈટ www.
eaglenews.in પરથી સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ કરાશે. નાગરિકોને આ જીવંત પ્રસારણ નિહાળવા ઈગલ  ન્યૂઝ
તરફથી અનુરોધ છે.

#namaste trump live

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here