નાગપુરમાં NCP નેતા અનિલ દેશમુખ પર પથ્થરમારો….

0
102

એનસીપી શરદ પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર હુમલો થયો છે. કાટોલમાં તેમની કાર પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં અનિલ દેશમુખ ઘાયલ થઈ ગયા છે. તેમના માથામાં ગંભીર ઈજા થઈ છે. જે બાદ તરત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુપ્રિયા સુલેએ આ ઘટનાની નિંદા કરતા એક્સ પર લખ્યું કે, “એનસીપી શરદચંદ્ર પવાર પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખ સાહેબ પર પ્રચાર બાદ પરત ફરતી વખતે અમુક ઉપદ્રવીઓએ હુમલો કર્યો છે, આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અપમાનજનક ઘટના છે. અમે બધા તેની નિંદા કરીએ છીએ.” તેમણે આગળ કહ્યું કે, “અમે તમામ આ ઘટનાની નિંદા કરીએ છીએ. આ રાજ્યમાં ચૂંટણી દરમ્યાન આ પ્રકારના હુમલા કરવાની માનસિકતા ક્યારેય સાંખી લેવાય નહીં. આ રાજ્ય એક લોકતાંત્રિક રાજ્ય છે.”