નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ શ્રમિકોની વહારે આવ્યા

0
468

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે દેશને લોકડાઉન કર્યો છે. જેથી જીવ જરૂરિયાતચની ચીજ-વસ્તુઓની ખરીદી માટે લાંબી કતારો શરૂ થઇ છે. આ ઉપરાંત બીજા રાજ્યમાંથી આવીને મજૂરી કરનારા લોકોએ હિજરત શરૂ કરી છે. પરંતુ લોકડાઉનના કારણે તમામ વાહન વ્યવહાર બંધ હોવાથી હિજરત કરનારા લોકોને સાધનો મળતાં નથી. બુધવારે વહેલી સવારથી ગાંધીનગરના રસ્તા ઉપર શ્રમિકો રાજસ્થાન તરફ જઇ રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. જેમાં બુધવારે મોડી સાંજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ શ્રમિકોની વહારે આવ્યા હતા અને તેમને બોર્ડર સુધી પહોંચવા માટે બસની વ્યવસ્થા પણ તેમણે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here