‘નિકિતા રૉય ઍન્ડ ધ બુક ઑફ ડાર્કનેસ’નું શૂટિંગ શરૂ કર્યું સોનાક્ષીએ

0
558

સોનાક્ષી સિંહાએ લંડનમાં ‘નિકિતા રૉય ઍન્ડ ધ બુક ઑફ ડાર્કનેસ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને તેનો ભાઈ કુશ સિંહા ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મ દ્વારા તે ડિરેક્શનમાં ઝંપલાવી રહ્યો છે. ફિલ્મમાં સોનાક્ષી સાથે પરેશ રાવલ અને સુહૈલ નૈયર પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ સિવાય સોનાક્ષી ‘ડબલ XL’ અને ‘કકુડા’માં પણ દેખાવાની છે. ભાઈ સાથે ફિલ્મ કરવા વિશે સોનાક્ષીએ કહ્યું કે ‘કુશ અને હું યોગ્ય પ્રકારના પ્રોજેક્ટ માટે કામ કરવા માગતાં હતાં. ફાઇનલી અમને બન્નેને ગમે એવું કામ અમને મળી ગયું છે અને અમે બન્ને ખૂબ એક્સાઇટેડ છીએ.’
લંડનથી પોતાના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી હતી, ‘હું નિકિતા બની એના આગલા દિવસનો આ ફોટો છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here