નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરના પુત્રનો ગળે ફાંસો ખાઇને આપઘાત….

0
195

ગાંધીનગર શહેરમાં સેક્ટર-૫સીમાં રહેતા અને મુળ માણસા તાલુકાના રંગપુર ગામના વતની એવા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજસિંહ લક્ષ્મણસિંહ ચાવડાના ૩૨ વર્ષિય પુત્ર મહિપતસિંહ ગઇકાલે રાત્રીના સમયે ઘરે એકલા હતા તેમની પત્ની અને દિકરી લગ્ન પ્રસંગે ગયા હોવાથી મહિપતસિંહ ઉપરના માળે તેમના રૃમમાં સુઇ ગયા હતા જ્યારે તેમના પિતા વનરાજસિંહ નીચેના રૃમમાં સુઇ ગયા હતા. સવારના સમયે મહિપતસિંહ રૃમમાંથી નીચે નહીં ઉતરતા પિતા વનરાજસિંહ ઉપર ગયા હતા અને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ સામેથી કોઇ પ્રતિઉત્તર મળ્યો ન હતો જેના કારણે તેઓ ચિંતામાં મુકાઇ ગયા હતા અને દરવાજો તોડીને જોતા મહિપતસિંહ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળતા નવરાજસિંહ ફસડાઇ પડયા હતા. આ ઘટના અંગે જાણ થતા આડોશી-પાડોશી પણ દોડી આવ્યા હતા અને સેક્ટર-૭ પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.જો કેઆપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. યુવાનના અકાળે અવસાનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી.