પંજાબના પૂર્વ ડે.સીએમ સુખબીર સિંહ બાદલ પર થયું ફાયરિંગ….

0
33

પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થયો છે. તેમના પર અમૃતસરમાં ફાયરિંગ થયું છે. જો કે મળતી માહિતી મુજબ તેઓ સુરક્ષિત છે. તત્કાળ તેમને ઘરે લઈ જવાયા અને સુરક્ષા ઉપલબ્ધ કરાઈ છે. તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.મળતી માહિતી મુજબ આ હુમલો એવા સમયે થયો જ્યારે સુખબીર સિંહ બાદલ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરની બહાર દરવાન બનીને સજા કાપી રહ્યા હતા. આ દરમિયાન એક હુમલાખોર આવ્યો અને તેમણે બંદૂક કાઢી. જેવી તેણે બંદૂક કાઢી કે સુખબીર સિંહ બાદલની આજુબાજુ ઊભેલા લોકોએ તેને જોયો અને ત્યાં જ દબોચી લીધો. રાહતના સમાચાર એ રહ્યા કે સુખબીર સિંહ બાદલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. પરંતુ આ તેમની સુરક્ષામાં મોટી ચૂંક ગણવામાં આવી રહી છે.હુમલાખોરને ત્યાં હાજર રહેલા લોકોએ દબોચી લીધો છે અને પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. તેની પાસેથી પિસ્તોલ પણ જપ્ત કરાઈ છે. આરોપીનું નામ નારાયણ સિંહ ચૌરા હોવાનું કહેવાય છે અને તે ખાલસા દળ સાથે જોડાયેલો છે. અત્રે જણાવવાનું કે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ મંગળવારથી અમૃતસરના સુવર્ણ મંદિર એટલે કે શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારાની બહાર ચોકીદારી કરવાની સજા કાપી રહ્યા છે.