એમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 72નાં મોત

0
792

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં બુધવારે તબાહી મચાવનાર વાવાઝોડું અમ્ફાન ધીમું પડી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના જણાવ્યા મુજબ રાજ્યમાં 12 લોકોના મોતનું અનુમાન છે. 5500 ઘરોને નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે આવી તબાહી ક્યારેય જોઈ નથી. વાવાઝોડાથી હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયુંછે. સાચા આંકડા માટે 3-4 દિવસ લાગી શકે છે. હવામાન વિભાગ મુજબ વિતેલા છ કલાકમાં તે 27 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધ્યું હતું. વાવાઝોડું નબળું પડવાના એંધાણ છે. આસામ, મેઘાલયમાં આજે 30થી 50 કિમીની ઝડપથી પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. વાવાઝોડાને લીધે બુધવારે 190 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે બંગાળના વાવાઝોડાની તસવીર જોઈ. સમગ્ર દેશ મજબૂતી સાથે બંગાળ સાથે ઊભો છે.રાજ્યના લોકોની સલામતીની પ્રાર્થના કરું છું. અસરગ્રસ્તોની મદદમાં કોઈ કસર બાકી નહીં રખાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here