પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર…

0
297

વન-ડેના વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાન આ વખતે સતત આઠમી વખત તો હારી ગયું, પરંતુ ત્યાર પછી એને ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા તો ઠીક, પણ અફઘાનિસ્તાને હરાવ્યું અને હવે સેમી ફાઇનલની રેસમાંથી સત્તાવાર રીતે આજે બહાર થવાની તૈયારીમાં છે ત્યારે વીરેન્દર સેહવાગે બાબર આઝમની ટીમને વધુ શરમજનક સ્થિતિમાં મૂકી દેતી કમેન્ટ ટ‍્વિટર પર કરી છે.

‘પાકિસ્તાન ઝિંદાભાગ! હેવ અ સેફ ફ્લાઇટ બૅક હોમ.’ સેહવાગે ‘બાય બાય પાકિસ્તાન’ના બૅનર હેઠળ આવું લખીને ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાનીઓની માનસિક હાલત વધુ બગાડી છે.
‘ઘરભેગા થાઓ ત્યારે પાકિસ્તાની ટીમનો વિમાનપ્રવાસ સુખદ તથા સલામત રહે અને સ્વદેશમાં તેમની ધુલાઈ ન થાય એવી પોતે આશા રાખે છે, એવા સેહવાગના સંકેતવાળા ટ‍્વીટને ગઈ કાલે રાત સુધીમાં ૧,૦૨,૦૦૦થી પણ વધુ લાઇક્સ મળ્યા હતા તથા ૬૦૦૦થી વધુ રિપ્લાય મળ્યા હતા.