પાટનગરમાં દબાણ ઝુંબેશનું નર્યું ડીંડક  ચાલે છે : અંકિત બારોટ 

0
219

ગાંધીનગરમાં મહાનગર પાલિકા દ્વારા મોટાપાયે શરૂ કરવામાં આવેલ દબાણ ઝુંબેશ આજકાલ ટોક ધ ટાઉન બની છે. પરંતુ આ ઝુંબેશમાં એસ્ટેટ  અધિકારીના ઇશારે જ દબાણની ટીમ દ્વારા અજમાવવામાં આવી રહી હોવાનો
આક્ષેપ વિપક્ષ નેતા અંકિત બારોટ દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાક દિવસોથી
મ્યુનિસિપલ કમિશ્નરની સૂચનાને અનુસરી દબાણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં રોડ-રસ્તા, ફૂટપાથ, પાર્કિંગ પ્લેસથી લઈ ઠેર ઠેર ગેરકાયદે સારી-ગલ્લા પાથરણાના દબાણો જામતાં ગંદકી, ટ્રાફિક, પાર્કિંગ સહિત અસામાજિક તત્ત્વોના ર્અીાની સમસ્યાઓ વધી છે પરંતુ દબાણ શાખા દ્વારા અત્યાર સુધી ઝુંબેશના
નામે ડીંડક જ ચાલતું હોવાનો તથા એસ્ટેટ અધિકારીની ચોક્કસ  દોરવણીથી પક્ષપાતી
વલણ રાખીને દબાણો દૂર કરવાની કાર્યવાહી થતી હોવાનું જણાયું છે. જેને પગલે
મ્યુનિસિપલ કમિશ્નરે શાખાના અધિકારીઓનો ઉધડો લઈ યોગ્ય રીતે અસરકારક
કામગીરી કરવાનું જણાવ્યું છે. વિપક્ષ નેતા અંકિત બારોટે રજૂઆત કરી છે કે સે.૬,
સે.૧૧, રિલાયન્સ ચોકડી થી ઘ-૦, ભાઈજીપુરાથી લઈ નવા-જુના ગાંધીનગરના
સર્કલો પરના બેફામ દબાણો દૂર કરવામાં શાખા આંખ આડા આડા કાન ધરી લાચાર પૂરવાર
થઈ છે. સે.૧૨/૧૩ પ્રથિકાશ્રંમ, ગ-માર્ગ પર નોનવેજની હાટડીઓ શાખાની
રહેમનજર હેઠળ બિન્ધાસ્ત ધમધમે છે. ઝુંબેશ દરમિયાન કબજે કરેલ લારીગલ્લા સહિતની સામગ્રી નાણા પણ ગરીબ વેપારીઓ ગુમાવી રહ્યા છે ત્યારે કમિશ્નરે સીધી દેખરેખ હેઠળ ઝુંબેશનું સંચાલન કરી શાખાને વહીવટનું ભાન કરાવવાની જરૂર છે એમ શ્રી બારોટે ઉમેર્યું છે.