કિયારા અડવાણી ફિલ્મ ‘કર્રમ કુર્રમ’ દ્વારા લિજ્જત પાપડ બનાવનાર શ્રી મહિલા ગૃહ ઉદ્યોગની સ્ટોરી લોકોને જણાવશે. આ ફિલ્મને આશુતોષ ગોવારીકર બનાવી રહ્યા છે. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે કેવી રીતે છ ગૃહિણીઓ સ્વાવલંબી બનવા માટે આગળ આવી અને તેમણે બનાવેલા પાપડ કઈ રીતે લોકોની થાળીનો ભાગ બની ગયા. આજે આ ઉદ્યોગ ખૂબ મોટું સામ્રાજ્ય બની ગયો છે. ‘કર્રમ કુર્રમ’ને સુનીતા ગોવારીકર પ્રોડ્યુસ કરશે અને આશુતોષ ગોવારીકર પોતાના બૅનર હેઠળ એને પ્રેઝન્ટ કરશે. ફિલ્મને ગ્લેન બરેટો અને અંકુશ મોહલા ડિરેક્ટ કરશે. ફિલ્મ પર છેલ્લા એક વર્ષથી કામ ચાલી રહ્યું છે. એના રાઇટ્સ પણ લેવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે ઑગસ્ટમાં શરૂ કરવામાં આવશે. એ દરમ્યાન અન્ય કલાકારોની ટીમ તૈયાર કરવામાં આવશે.