પાલજમાં ગુજરાતનું સૌથી મોટું હોલિકા દહન

0
30

રાજ્યભરમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગરના પાલજમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. જેની ઊંચાઈ લગભગ 35 ફૂટ છે. મહાકાળી માતાના પૂજન સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો હોળીના દર્શન કરવા આવ્યા હતા.

700 વર્ષ જૂની પરંપરા
રાજ્યભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના પાલજ ગામમાં આશરે 700 વર્ષની પરંપરા અનુસાર આજે ગુરુવારે (13 માર્ચ, 2025) રાજયની સૌથી મોટી હોળી પ્રગટાવામાં આવી છે. હોળીના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જ્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. અહીં 35 ફૂટની ઊંચાઈની હોળી પ્રગટાવામાં આવી હતી. જેની જ્વાળા 100 ફૂટ ઊંચે જતી હોવાથી અલૌકિક નજારો જોવા મળ્યો હતો.

‘એક પણ શ્રદ્ધાળુઓને ઈજા થતી નથી કે દાઝતા નથી’