પાલજમાં નવી ટીપીથી વિકાસના દ્વાર ખુલી જશે

0
338

પાટનગર તરીકેની સ્થાપનાના છ દાયકાના માઈલસ્ટોન તરફ અવિરત
વિકાસકૂચ કરી રહેલા ગાંધીનગર શહેર માટે શહેરી વિકાસ સત્તામંડળ ગુડા અને મહાનગર પાલિકા કાર્યરત
થયા બાદ સ્માર્ટ સિટી નિર્માણ માટેની તકી ઉજળી બની છે. શહેરના વસતી
અને વિસ્તારમાં ઝડપી વધારાની સાથે સાથે વિકાસના દ્વારો ખુલતાં હવે ન્યૂ
ગાંધીનગર તરફ પણ રહેણાંક અને વાણિજ્ય સહિત અન્ય એકમોનું
આકર્ષણ વધ્યું છે. ચોતરફ શહેરનો વ્યાપ વધ્યો છે તો ત્રણ બાજુએથી
અમદાવાદને મળતાં ગાંધીનગર અમદાવાદ નજીકના ભવિષ્યમાં ટ્‌વીન સિટી બનશે. મેટ્રો ઉપરાંત રાજ્ય અને
કેન્દ્ર સરકારના અનેકવિધ વિકાસના પ્રોજેક્ટને પગલે પાટનગર ઝડપભેર
સ્માર્ટ સિટી તરીકે પ્રસ્થાપિત થાય એ દિવસો હવે દૂર નથી.
ગાંધીનગરમાં સમાવિષ્ટ પાલજ વિસ્તાર વિકાસ પામી ન્યૂ
ગાંધીનગરનો મહત્ત્વનો ભાગ છે. જ્યાં આઈઆઈટી, જીટીયુ, નિયર
સહિતની ૪ ઇન્સ્ટિટ્યૂટ મેઈન રોડ પર કાર્યરત હોઈ આ વિસ્તાર ઇન્સ્ટિટ્યૂટ
ઝોન બન્યો છે. પાલજમાં હવે નવી ટીપી પડતાં આ વિસ્તારમાં વિકાસને
બમણો વેગ મળશે એમાં કોઈ શંકા નથી. ઉચ્ચસ્તરની નામાંકિત
એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને કારણે અહીં તમામ વસતી ઉચ્ચ શિક્ષિત હશે. આ
ટીપીથી ગિફ્ટ સિટીનું પાંચ જ મિનિટનું માત્ર ૩ કિમી.નું અંતર છે.
આ વિસ્તારમાં વિકાસને વધુ ઝડપથી વેગ મળે તેવા પરિબળોમાં મેટ્રો
રેલની સુવિધા ઉપરાંત સરકારે જાહેર કરેલ ૬૩૫ કરોડનો રિવરફ્રન્ટ નિર્માણ ખૂબ મહત્ત્વના બની રહેવાના છે.
વધુમાં આઈઆઈટીથી જ-માર્ગ સુધીના ગાંધીનગરને પાલજ વિસ્તાર સાથે
જોડતાં બ્રીજ નિર્માણ યોજનાને કારણે બંને વચ્ચેનું અંતર ઘટીને માત્ર ૩
કિમી.નું થતાં વિસ્તારોની કનેક્ટીવીટી સરળ બનશે. નવી ટીપી, રિવરફ્રન્ટ અને
ગાંધીનગર-પાલજના બ્રીજ નિર્માણના ત્રિવેણી સંગમના સમન્વયથી વિકાસની ભરપૂર તકો ઊભી થશે એમાં કોઈ શંકા
નથી.