પીઢ અભિનેત્રી તનુજાની તબિયત બગડતા ICUમાં દાખલ…

0
204

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી તનુજાની તબિયત બગડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,મશહુર અભિનેત્રી કાજાેલની માતા તનુજાની અચાનક તબિયત બગડતા તેમને આઇસીયુમાં ભર્તી કરવામાં આવ્યા છે. તેમના ચાહકો તેમના સારા થઇ જવાની કામના કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે તેમને વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે અભિનેત્રીને જુહુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રી 80 વર્ષની છે. એક્ટ્રેસની બગડતી તબિયત વિશે ફેન્સને જાણ થતાં જ બધાએ તેના સાજા થવા માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું હતું.ફેન્સને અભિનેત્રીની એક્ટિંગ ખૂબ જ પસંદ છે. તનુજા અભિનેત્રી શોભના સમર્થની પુત્રી છે. તનુજા સમર્થ ફિલ્મ નિર્માતા કુમારસેન સમર્થ અને અભિનેત્રી શોભના સમર્થની પુત્રી છે. તેણીને અભિનેત્રી નૂતન સહિત ત્રણ બહેનો અને એક ભાઈ છે.તનુજાએ 1973માં ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જી સાથે લગ્ન કર્યા અને તેમની બે પુત્રીઓ છે, અભિનેત્રી કાજોલ અને તનિષા. હવે અભિનેત્રી વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે.વરિષ્ઠ અભિનેત્રી અને કાજોલનાં મમ્મી તનુજાની ગઈ કાલે તબિયત બગડતાં તેમને આઇસીયુમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે. તેઓ ૮૦ વર્ષનાં છે અને વધતી ઉંમરને કારણે બીમારીથી પીડાઈ રહ્યાં છે. તેમને જુહુની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમના સ્વાસ્થ્યના સમાચાર મળતાં જ ફૅન્સ ચિંતિત છે અને તેઓ જલદી સાજાં થઈ જાય એવી પ્રાર્થના કરી રહ્યા છે. ડૉક્ટર્સના જણાવ્યા મુજબ તેમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમના પર ટ્રીટમેન્ટની અસર થઈ રહી છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.