‘પુષ્પા 2’ની રિલીઝ ડેટ 6 ડિસેમ્બર ફાઈનલ…

0
116

અલ્લૂ અર્જૂનની ‘પુષ્પા 2’ની તેના ફૅન્સ છેલ્લાં બે વર્ષથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ પહેલાં ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી, પરંતુ વિવિધ કારણોસર ફિલ્મ પાછી ઠેલાઈ હતી. પછી તેની રિલીઝ અંગે અનેક ચર્ચાઓ અને અફવાઓ ચાલી હતી. હવે અંતે ફિલ્મના પ્રોડ્યુરે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે.

ફિલ્મ મેકર્સે પણ જાહેર કર્યું છે કે હવે ફિલ્મ રિલીઝને માત્ર 75 દિવસ જ બાકી રહ્યા છે. માઇથ્રી મુવી મેકર્સે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, “પુશ્પા અને તેના બેજોડ પ્રભાવને દુનિયા સુધી પહોંચવામાં હવે માત્ર 75 દિવસ જ બાકી રહ્યા છે. ‘પુષ્પા 2’ ભારતીય સિનેમાનું એક અવિસ્મરણીય પ્રકરણ લખશે. 6 ડિસેમ્બર 2024થી સિનેમા પર રાજ કરશે.”

આ પહેલાં અલ્લુ અર્જૂને પણ ‘મુર્થિ નગર સુબ્રમણિયન’ની પ્રી રિલીઝ ઇવેન્ટ વખતે ‘પુષ્પાઃ ધ રુલ’ હવે 2025માં રિલીઝ થશે તે અટકળો અંગે સ્પષ્ટતા કરી હતી અને ખાતરી આપી હતી કે ફિલ્મ 6 ડિસેમ્બરે થિએટરમાં રિલીઝ થઈ જશે.