પ્રતીક ગાંધીની વેબ-સિરીઝ છે સિક્સ સસ્પેક્ટ્સ

0
1135

પ્રતીક ગાંધી સ્ટારર ‘સિક્સ સસ્પેક્ટ્સ’ ફાઇનલી હવે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થશે એ નક્કી થઈ ગયું છે. આ વેબ-સિરીઝમાં પ્રતીક ગાંધી સાથે આશુતોષ રાણા અને રિચા ચઢ્ઢા પણ જોવા મળશે. યુપીની વાત કરતા આ શોમાં પ્રતીક ગાંધી આશુતોષ રાણાનો દીકરો છે. એક પાર્ટીમાં મર્ડર થાય છે અને એ મર્ડર પછી ઇન્ક્વાયરી શરૂ થાય છે અને ૬ વ્યક્તિ પર શંકા જન્મે છે. આ ૬માંથી એક પ્રતીક પણ છે.

પ્રતીક ગાંધીએ ગયા ડિસેમ્બરમાં ‘સ્કૅમ 1992 – ધી હર્ષદ મહેતા સ્ટોરી’ કરી હતી, એ પછી છેક હવે તેની વેબ-સિરીઝ આવશે. વચ્ચે તેણે ગુજરાતી વેબ-સિરીઝ ‘વિઠ્ઠલ તીડી’ કરી હતી, જેની સેકન્ડ સીઝન આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં આવે એવી ધારણા રાખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here