પ્રભાસની દુલ્હનિયા બનશે કૃતિ સેનન!! ફિલ્મી અંદાજમાં કર્યુ પ્રપોઝ…

0
580

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને એક્ટ્રેસ કૃતિ સેનનના અફેરના સમાચાર આ દિવસોમાં જોરશોરમાં છે. ફિલ્મ સ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સતત રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. જો કે, અત્યાર સુધી આ બંને સ્ટાર્સે પોતે જ તેમના અફેરના સમાચારની પુષ્ટિ કરી નથી. આ બંને સ્ટાર્સે ન તો આ રિપોર્ટ્સને નકારી કાઢ્યા કે ન તો આ રિપોર્ટ્સની પુષ્ટિ કરી.

આવી સ્થિતિમાં તેમના અફેરના સમાચારને લઈને ફિલ્મી સર્કલમાં સતત ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન વરુણ ધવને બંને સ્ટાર્સના અફેરના સમાચારનો સંકેત આપીને મનોરંજન જગતમાં વધુ ખળભળાટ મચાવી દીધો હતો. આ દરમિયાન આ બંને વિશે વધુ એક રસપ્રદ માહિતી સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંને સ્ટાર્સ ટૂંક સમયમાં સગાઈ કરવાના છે.બહાર આવી રહેલી લેટેસ્ટ માહિતી મુજબ, ફિલ્મ સ્ટાર પ્રભાસ પહેલા જ એક્ટ્રેસ કૃતિ સેનનને પ્રપોઝ કરી ચુક્યો છે.મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ફિલ્મ સ્ટાર પ્રભાસે તેની ફિલ્મ આદિપુરુષના સેટ પર એક્ટ્રેસ કૃતિ સેનનને પ્રપોઝ કર્યું છે.

એટલું જ નહીં, પ્રાપ્ત માહિતી અનુસાર, બંને ફિલ્મ સ્ટાર્સ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ટૂંક સમયમાં બંને સગાઈ પણ કરી શકે છે.