પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો….

0
318

પ્રિયંકા ચોપરાએ ફાઇનલી પોતાની દીકરી માલતી મેરીની ઝલક બતાવી દીધી છે. સોમવારે એક ઇવેન્ટ દરમિયાન તે લાડલી માલતી મેરી સાથે પહોંચી હતી. આ દરમિયાનના તેના ફોટોઝ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.પ્રિયંકા ચોપરાએ ભલે હોલીવૂડની વાટ પકડી લીધી હોય પરંતુ ભારતીય ફેન્સ હંમેશા તેના સંબંધિત સમાચાર જાણવા આતુર હોય છે. જ્યારથી પ્રિયંકાએ તેની લાડલી માલતી મેરીને લઇને એનાઉન્સમેન્ટ કરી છે ત્યારથી ફેન્સ તેની લાડલીને જોવા માંગતા હતા.તાજેતરમાં, જ્યારે પ્રિયંકા ચોપરાએ માલતીના પહેલા બર્થ ડે પર કેટલાક ફોટા શેર કર્યા હતા, ત્યારે બધા ઇચ્છતા હતા કે તે પુત્રીનો ફોટો બતાવે. માલતીનો ચહેરો જોવા માટે સૌકોઇ એક્સાઇટેડ હતા.આવી સ્થિતિમાં સોમવારે માલતીની પહેલી પબ્લિક અપિયરન્સ હતી. આ દરમિયાન, માલતીએ ક્રીમ સ્વેટર અને વ્હાઇટ ટોપ સાથે મેચિંગ શોર્ટ્સ પહેર્યા હતા. માલતીની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.