પ્લમ્બર, કડિયા, કારપેન્ટર, ઇલેક્ટ્રિશિયન તાત્કાલિક મંજૂરી

0
704

રાજ્યમાં લૉકડાઉનના બીજા તબક્કા દરમિયાન નગરપાલિકા અને મહાનગરપાલિકાની બહારના ઉદ્યોગોને તબક્કાવાર છૂટ આપવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે પ્લમ્બર, કડિયા, કારપેન્ટર, ઇલેક્ટ્રિશિયન જેવા કારીગરો અને કાર મિકેનિકોને તેમના કામકાજ શરૂ કરી દેવાની તાત્કાલિક મંજૂરી આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. જેથી આ લોકો સ્વરોજગારી કરીને આવક મેળવી શકે. દરમિયાનમાં રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકા સિવાયના વિસ્તારમાં આવેલી 98 સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ થશે. આ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવીને ઓનલાઈન ફી ભરવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here