ફરી એકવાર ફેન્સ પર અકળાયા સની દેઓલ, લોકોએ કહ્યું- ‘ફિલ્મ હિટ થતાં જ આવી ગયું ઘમંડ’

0
229

સની દેઓલ હાલ ફિલ્મ ‘ગદર 2’ના કારણે ખૂબ ચર્ચામાં છે. 22 વર્ષ બાદ આ ‘ગદર’ની સીક્વલ રિલીઝ થઈ છે અને ફેન્સ તારા સિંહના દિવાના થઈ ગયા છે. દેશભરમાં આ ફિલ્મ કમાલ કરી રહી છે. ફિલ્મે રિલીઝના ત્રણ જ દિવસમાં 135 કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા સની દેઓલ લોકો સામે હાથ જોડીને ઊભા રહેતા હતા અને ફિલ્મ જોવા આવવાની વિનંતી કરતા હતા. પરંતુ ફિલ્મનો જાદુ બોક્સઓફિસ પર ચાલતાં જ સની પાજીના તેવર બદલાયા છે. પહેલા તેઓ એરપોર્ટ પર ફેન ઉપર ગુસ્સે થયા હતા અને હવે કેટલીક મહિલાઓને ચૂપ કરાવતા જોવા મળ્યા હતા.