ફિલ્મ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે..

0
175

બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમા માં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર 8 ઓક્ટોબર, 2024ના રોજ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન અભિનેતાને આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અભિનેતાને આ સન્માન આપવાની જાહેરાત કરી છે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરતા કહ્યું કે, ‘મિથુન દાની નોંધપાત્ર સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે! દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી ને ભારતીય સિનેમામાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે તે જાહેરાત કરતા સન્માનની વાત છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે 8 ઓક્ટોબર, 2024ના રોજ યોજાનાર 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મિથુન ચક્રવર્તીને એવોર્ડ આપવામાં આવશે.