વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન મોટેરા ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ કરવાના છે. આ પ્રસંગે BCCIના તમામ હોદ્દેદારો તેમજ સચિન ગાવાસ્કર સહિતના દિગ્ગજ ક્રિકેટરો હાજર રહેશે. ઉપરાંત નમસ્તે ટ્રમ્પ અને રોડ શોમાં બને એટલા વધું લોકો આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વીવીઆઈપી લોકો આવાને બદલે બને એટલા મહત્તમ લોકો એકત્રિત થાય તેવું ટ્રમ્પનું કાર્યાલય ઈચ્છે છે.
ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ પણ હાજર રહેશે અને તેઓ પણ આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બનશે જેથી તેમને બોલાવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વીવીઆઈપી વ્યક્તિ તરીકે માત્ર બેજ હશે અને તે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી હશે. સાથે જ આ કાર્યક્રમમાં શ્રોતાઓની ઉપસ્થિતિ વધું હોવાથી અમદાવાદ અને તેની આસપાસના આઠ જિલ્લામાંથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ-વ્યાપાર એસોસિએશનના પ્રતિનિધીઓને હાજર રાખવામાં આવશે. જેની જવાબદારી જે-તે જિલ્લાના કલેકટરની રહેશે.