ફેમસ રેપર અને સિંગર HONEY SINGH ને જાનથી મારી નાખવાની મળી ધમકી

0
299

ફેમસ રેપર અને સિંગર હની સિંહ ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિંગર હની સિંહને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે વોઈસ નોટ દ્વારા ધમકી આપી છે. હની સિંહે આ અંગે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં ફરિયાદ કરી છે. હની સિંહ સાંસદ પ્રવેશ વર્મા સાથે દિલ્હીના સ્પેશિયલ સેલના કમિશનરને મળ્યા અને ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી છે.પંજાબી ગાયક અને સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારે ગાયક હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી થે. હવી સિંહે બુધવારે દિલ્હી પોલીસને આ મામલાની માહિતી આપી છે. હની સિંહે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પહોંચીને સમગ્ર ઘટના જણાવી હતી. આ સાથે હની સિંહે દિલ્હી પોલીસ પાસે સુરક્ષાની પણ માંગ કરી છે. હની સિંહે કહ્યું કે હું અમેરિકામાં હતો ત્યારે મારા મેનેજરને ફોન કરીને મને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેણે કહ્યું કે, તેના સ્ટાફને ગોલ્ડી બ્રાર નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે તેને ધમકી આપી હતી. જણાવી દઈએ કે બ્રાર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો મુખ્ય આરોપી છે. હની સિંહે કહ્યું કે, તે અને તેનો પરિવાર ઘણો ડરી ગયો છે. તેણે કહ્યું, ‘મારી સાથે આવું જીવનમાં પહેલીવાર બન્યું છે, હંમેશા બધાએ પ્રેમ આપ્યો છે. ખૂબ જ ડર લાગી રહ્યો છે, આખો પરિવાર ડરેલો છે. મૃત્યુથી કોને ડર ન લાગે. તેણે આગળ કહ્યું, ‘કેટલાક કોલ વિદેશી નંબરોથી આવ્યા હતા, કેટલાક વોઇસ નોટ્સ આવ્યા હતા. પરંતુ હું હવે વધુ કહી શકતો નથી. હું તમારા લોકોથી કંઈ છુપાવતો નથી, કોઈ અપડેટ આવતાં જ હું ચોક્કસ કહીશ.