બે પરિવારો સાથે યુકેના વર્ક પરમિટના બહાને લાખો ની છેતરપિંડી ની ફરિયાદ …

0
469

ગાંધીનગરના સેક્ટર ૧૬માં આવેલી એક્રેઈટ વિઝા કન્સલ્ટન્સી દ્વારા સેક્ટર ૨૪ની મહિલા અને અમદાવાદના યુવાનને પરિવાર સાથે યુકેના વર્ક પરમિટ અપાવવાના બહાને ફુલ ૪૫ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ પોલીસ દ્વારા ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

હાલમાં લોકોને વિદેશ મોકલવાના બહારને વિઝા કન્સલ્ટન્સીના નામે ગઠિયાઓ દ્વારા લાખો કરોડો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે આવી જ એક ઘટના ગાંધીનગરમાં વધુ એક વાર બહાર આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪ હરસિધ્ધનગર ખાતે રહેતા કાજલબેન રાહુલ કુમાર નાયી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, અમદાવાદ સૈજપુર બોઘા ખાતે રહેતા અને સેક્ટર ૧૬માં આવેલી એક્રેઈટ વિઝા કન્સલ્ટન્સી ચલાવતા મેહુલભાઈ રાજેશભાઈ સોની અને કુડાસણ પ્રમુખ એવન્યુ કોમ્પલેક્ષમાં જીનલબેન પંચાલ દ્વારા તેમને અને તેમના પરિવારને યુકેના વર્ક પરમીટ ૩૦ લાખ રૃપિયામાં આપવાનું નક્કી કરવામાં આવ્યો હતું.