બોલિવુડના જાણીતા ગુજરાતી ડાયરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન

0
281

બોલિવુડના જાણીતા ડાયરેક્ટર અને મૂળ ગુજરાતી સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રવિવારે સવારે તેઓ લોખંડવાલા બેંક રોડ પર મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. યશરાજ ફિલ્મ્સની ધૂમ ફ્રેન્ચાઈઝીની બે હિટ ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા સંજય ગઢવીએ રવિવારે અંતિમ શ્વાસ લીધા. તેઓ 57 વર્ષના હતા. બોલિવુડની અનેક હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મૂળ ગુજરાતી સંજય ગઢવી મુંબઈમાં સ્થાયી થયા હતા. સંજય ગઢવી બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ધૂમ અને તેની સિક્વલ ધૂમ 2 ના દિગ્દર્શન માટે જાણીતા છે. ફિલ્મ નિર્માતા સંજય ગઢવીનું 57 વર્ષની વયે અવસાન થયું. તેમનું છેલ્લું દિગ્દર્શન સાહસ ઓપરેશન પરીન્દે હતું, જેમાં અમિત સાધ મુખ્ય ભૂમિકામાં હતા. સંજય ગઢવી લોખંડવાલા બેંકરોડ પર મોર્નિંગ વોક કરી રહ્યા હતા, ત્યારે તે સમયે તેમની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેના બાદ તરત તેમને નજીક કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ હોસ્પટિલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.