ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ્દ થવાની સાથે જ લોડરહિલ મેદાન પર નોંધાઈ હેટ્રિક

0
182

ફ્લોરિડામાં વરસાદના કારણે ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ ધોવાઈ ગઈ. લોડરહિલ ખાતેનું મેદાન ભીનું હતું અને તેના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં ટોચ પર રહી છે અને હવે તેનો સામનો 20 જૂને સુપર 8માં અફઘાનિસ્તાન સામે થશે. જોકે આ મેચ વરસાદના કારણે રદ્દ થવાની સાથે એક અજીબ હેટ્રીક નોંધાઈ હતી. આખરે ફ્લોરિડાના લોડરહિલ સ્ટેડિયમમાં જે ડર હતો તે બન્યું. ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. લોડરહિલમાં ભારત-કેનેડા મેચ રદ્દ કરવામાં આવી હતી અને તેનું મુખ્ય કારણ મેદાન ભીનું હતું. ફ્લોરિડામાં મેચ પહેલા મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે મેદાન ભીનું રહ્યું હતું. મેદાનને સૂકવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફ નિષ્ફળ ગયો. ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ્દ થવાની સાથે જ લોડરહિલ મેદાન પર એક અનિચ્છનીય હેટ્રિક પણ નોંધાઈ હતી.