ભારત-કેનેડા સંબંધોમાં વધુ તણાવ……!!!!!!!!!

0
123

ભારત અને કેનેડા વચ્ચે તણાવ ફરી એક વખત વધવા લાગ્યો છે. ભારતે સોમવારે સાંજે કડક પગલાં લેતા કેનેડાના 6 રાજદ્વારીઓ ને દેશ છોડવા માટે આદેશ આપવામાં આપ્યો છે. ભારત સરકારના આ નિર્ણયને ધ્યાનમાં લેતા, હવે બંને દેશો વચ્ચે કલેશ વધી રહ્યો છે.વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે, ભારતમાં રહેતા 6 કેનેડિયન રાજદ્વારીઓ ને હાંકી કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે વધુમાં માહિતી આપી છે કે હાંકી કાઢવામાં આવેલા તમામ 6 કેનેડિયન રાજદ્વારીઓને 19 ઓક્ટોબરે રાત્રે 11:59 કલાકે અથવા તે પહેલાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.રાજદ્વારીઓને હાંકી કાઢવાના થોડા સમય પહેલા, વિદેશ મંત્રાલયે કાર્યકારી હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલરને બોલાવ્યા હતા અને કેનેડિયન સરકારના તાજેતરના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયના અધિકારીઓને મળ્યા બાદ વ્હીલરે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે તેણે ભારત સરકારને તેની તરફેણમાં પુરાવા રજૂ કર્યા છે. આ નિવેદનના થોડા કલાકો બાદ જ તમામ રાજદ્વારીઓને હાંકી કાઢવાના આદેશ આપવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણમાં ટ્રુડો સરકારના પગલાં રાજદ્વારીઓની સુરક્ષાને જોખમમાં મૂકે છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વર્તમાન કેનેડિયન સરકારની પ્રતિબદ્ધતામાં અમને કોઈ વિશ્વાસ નથી. તેથી, ભારત સરકારે કેનેડામાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે.