સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ માટે પસંદગી કર્તાઓએ કેએલ રાહુલને બહાર કરી દીધો છે અને રોહિત શર્માને ઓપનર તરીકે નવી ભૂમિકા સોંપવાનો નિર્ણય કર્યો છે. રાહુલે પોતાની છેલ્લી 12 શૃંખલામાં એક વખત પણ 50+નો સ્કોર કર્યો નથી. હાલમાંજ વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ યોજાયેલી ટેસ્ટ સીરીઝમાં પણ ઓપનર તરીકે પોતાની આગવી છાપ છોડી શક્યો ન હતો. ભારતે તે બંને મેચ જીતીને ICC ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ પર સ્થાન જાળવી રાખ્યુ છે.
પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલીનો એ લોકોમાં સમાવેશ થાય છે જેમણે રોહિતથી ટેસ્ટ ક્રિકેટમાં મેચની શરૂઆત કરાવવાને સમર્થન આપ્યુ હતુ. રોહિતે 50 ઓવર વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં હતો. તેમણે આ ટૂર્નામેન્ટમાં પાંચ શતક લગાવ્યા હતા. હવે એવું લાગી રહ્યુ છે કે બે ઓક્ટોબરે શરૂ થનાર ટેસ્ટ સીરીઝમાં રોહિત હવે મયંક અગ્રવાલની સાથે મેચની શરૂઆત કરશે. મુખ્ય પસંદગી કર્તા એમએસકે પ્રસાદે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ ખાસ મોકા પર કહ્યુ કે અમે રોહિત શર્માને ટેસ્ટમાં મેચની શરૂઆત કરવાનો અવસર આપવા માંગીએ છીએ.
રોહિત એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ બેવડી સદી લગાવનાર એક માત્ર બેટ્સમેન છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમના બેટીંગનું સરેરાશ 40 છે. 32 વર્ષના રોહિત સીમિત ઓવરોમાં પોતાના મેચને ટેસ્ટમાં ફરી તેવી સિદ્ધિ મેળવવા અસમર્થ રહ્યો. હવે આશા લગાવવામાં આવી રહી છે કે મેચની શરૂઆત કરવાની નવી જવાબદારીથી 27 ટેસ્ટ રમી ચુકેલ રોહિત માટે મદદગાર સાબિત થશે.