ભારત માટે રાહતના સમાચાર, LPG લઇને બે જહાજ હોર્મુઝ સ્ટ્રેટથી સુરક્ષિત બહાર નીકળ્યા

0
32

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ક્રૂડ ઓઇલ અને રિફાઇનરીઓની વાત છે, અમારી પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો પુરવઠો છે અને આપણી રિફાઇનરીઓ પણ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ઉપલબ્ધતા અંગે ફેલાયેલી આશંકાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું હતું કે છૂટક દુકાનો પર સ્ટોક ખતમ થવાની કોઈ ઘટના નોંધાઈ નથી, પેટ્રોલ અને ડીઝલ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે.