ભારત મારો દેશ છે અને હું એની એકતાને પ્રોટેક્ટ કરીશ : ‘ઇન્ડિયન 2’ની ઑડિયો-લૉન્ચ ઇવેન્ટમાં કમલ હાસને કહ્યું…

0
311

કમલ હાસને હાલમાં જ પોતે તામિલ અને ભારતીય હોવાની ખુશી વ્યક્ત કરી છે. તેમની ૧૯૯૬માં આવેલી ‘ઇન્ડિયન’ની સીક્વલ ‘ઇન્ડિયન 2’ ૧૨ જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ઑડિયો-લૉન્ચ હાલમાં જ કરવામાં આવ્યું હતું. એ ઇવેન્ટમાં કમલ હાસને કહ્યું હતું કે ‘હું તામિલયન અને ઇન્ડિયન છું. એ મારી ઓળખ છે. અમારી ફિલ્મની સીક્વલ પણ એના પર જ બનાવવામાં આવી છે. ડિવાઇડ ઍન્ડ રૂલ એ બ્રિટિશ કન્સેપ્ટ છે. એ સમયે એ કામ કરી ગયું હતું, કારણ કે તેમની પાસે પાછા ઘરે જવાનો ઑપ્શન હતો. જોકે આજે જે લોકો ડિવાઇડ ઍન્ડ રૂલ અપનાવી રહ્યા છે એ ક્યાં જશે એની મને ચિંતા છે. દરેક શહેર તમારું શહેર છે. આ મારો દેશ છે અને હું એની એકતાને પ્રોટેક્ટ કરીશ.’