ભારતનો ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક દેખાવ : 7 મેડલનો રેકોર્ડ

0
622

જાપાનના પાટનગર ટોક્યોમાં યોજાયેલા ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે ઐતિહાસિક દેખાવ કર્યો છે. ઓલિમ્પિક્સના 15માં દિવસે એથ્લેટિક્સમાં જ્વેલિન થ્રોમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા ભારતે કુલ 7 મેડલનો રેકોર્ડ કર્યો છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેચ જીત્યા છે. નીરજે એથ્લેટિક્સમાં ભારતનું એક સદીથી અધુરું સપનું પુરું કર્યું છે. 2008માં બેઈજિંગ ઓલિમ્પિક્સમાં અભિનવ બિન્દ્રાએ શૂટિંગ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ 13 વર્ષના લાંબા સમયગાળા પછી ટોક્યો ઓલિમ્પિક્સમાં નીરજે ભારતને ગોલ્ડ અપાવ્યો છે. અગાઉ ભારતે લંડન ઓલિમ્પિક્સમાં છ મેડલ જીતીને સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ વખતે ભારતે ગોલ્ડ જીતીને ટોક્યો ઓલિમ્પિકને ગોલ્ડન બનાવી દીધું છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે સૌથી પહેલા મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર જીતીને ખાતું ખોલાવ્યું હતું. ત્યારબાદ પીવી સિંધૂએ બેડિન્ટનમાં અને લવલીના બોરગોહેને બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કુસ્તિમાં પહેલવાન રવિ દહિયાએ તેના ડેબ્યૂ ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ દેખાવ કરતા સિલ્વર મેડલ જીત્યો હતો. પુરૂષ હોકી ટીમે 41 વર્ષ પછી ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ દુકાળનો અંત લાવતા ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. નીરજ ચોપરાના ગોલ્ડ અગાઉ ભારતીય કુસ્તિબાજ બજરંગ પુનિયાએ પણ બ્રોન્ઝ મેડલ મેચમાં વિજય મેળવીને દેશ માટે વધુ એક કાંસ્ય પદક જીતી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here