ભૂમિ પેડનેકરની અપકમિંગ ફિલ્મ ‘ભક્ષક’નું ટીઝર રિલીઝ….

0
292

ભૂમિ પેડનેકર ઘણાં સમયથી અપકમિંગ પ્રોજેક્ટ ‘ભક્ષક’ને લઇને ચર્ચામાં રહે છે. થેંકયૂ ફોર કમિંગના રિલીઝ થયા પછી એક્ટ્રેસ નેટફ્લિક્સના અપકમિંગ ક્રાઇમ ડ્રામા ‘ભક્ષક’થી જોરદાર પાછી ફરવા તૈયાર છે. હવે એક્ટ્રેસ સાચી ઘટનાથી પ્રેરિત આ ફિલ્મનું ટિઝર આજે રોજ રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મ થેંક્યુ ફોર કમિંગ પછી એક્ટ્રેસ એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. ‘ભક્ષક’માં ભૂમિ પેડનેકર ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટનો રોલ પ્લે કરતી જોવા મળી રહી છે. સોશિયલ મિડીયામાં ‘ભક્ષક’નું ટિઝર ઝડપથી વાયરલ થઇ રહ્યુ છે. આ ટીઝર લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે.