મજા મા ?!

0
405

માધુરી દીક્ષિત નેનેની ‘મજા મા’ હાલમાં જ ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થઈ છે. આનંદ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં તેની સાથે ગજરાજ રાવ, રિત્વિક ભૌમિક, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, શીબા ચઢ્ઢા અને સિમોન સિંહે પણ કામ કર્યું છે. ગુજરાતી કૅરૅક્ટર પર આધારિત આ સ્ટોરી એક અલગ વિષય પર છે માધુરીએ આ ફિલ્મમાં ખૂબ જ મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે, પરંતુ સ્ક્રિપ્ટને કારણે તે પણ રિસ્ટ્ર‌િક્ટ થઈ ગઈ છે. સ્ક્રિપ્ટને કારણે તે તેનો બેસ્ટ પર્ફોર્મન્સ નથી આપી શકી. તે વધુ સારો પર્ફોર્મન્સ આપી શકે એ માટે તેના પાત્રને પણ એ રીતે લખવાની જરૂર હતી. રિત્વિક અને તેની બહેન સૃષ્ટિની કેમિસ્ટ્રી ખૂબ જ સારી છે. તેમની વચ્ચેના મતભેદ ભાઈ-બહેન જેવા લાગે છે. રજિત કપૂર અને શિબા ચઢ્ઢા ઓકે-ઓકે છે. ગજરાજ રાવ ઉમદા ઍક્ટર છે. તેમણે તેમના હ્યુમર દ્વારા દરેક પાત્રને ખૂબ જ હાસ્યમય બનાવવાની કોશિશ કરી છે. જોકે કમજોર પાત્રની અસર પર્ફોર્મન્સ પર પણ પડે છે. આથી તેમની ગજબની કોશિશ છતાં પણ
તેમનું પાત્ર હસાવવામાં નિષ્ફળ રહે છે. બરખા સિંહનું પાત્ર પણ આ ફિલ્મમાં સરખી રીતે લખવામાં નથી આવ્યું. તેને થોડી-થોડી વારે નામપૂરતી જ દેખાડવામાં આવે છે.