મનપા દ્વારા કથીરમાંથી કંચન બનાવવાની યોજના કાર્યરત

0
882

ગાંધીનગરમાં સે.૩૦ ખાતેની ડમ્પીંગ સાઈટમાં કચરાના નિકાલ માટે સોલીડ વેસ્ટ સેગ્રીગેશન મશીન કાર્યરત કરીકચરામાંથી ૩૦ ટકા ખાતર ઉત્પાદન કરવાની યોજના શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે પ્લાસ્ટિક વેસ્ટના
ઉપાડ કરવા માટે સુરતની એજન્સી સાથે પણ કરાર કરી દેવામાં આવ્યા છે. ડમ્પીંગ સાઈટ પર મૂકાયેલીટ્રો મીલને મેયર રીટાબેન પટેલ દ્વારા વિધિવત્‌ કાર્યરત કરી દેવામાં આવી છે.
પાટનગરમાં સાયન્ટીફીક લેન્ડફીલ સાઈટની સુવિધા ન મળતાં ડમ્પીંગ સાઈટનો પ્રશ્ન પેચીદો બન્યો છે. સ્માર્ટ સિટીની યાદીમાં અગ્ર ક્રમાંક મેળવવા માટે ડમ્પીંગ સાઈટના ૪૦ માંથી ૨૦ માર્ક સર્વેક્ષણમાં મેળવવા ફરજિયાત હોઈ મનપા તંત્ર કામે લાગ્યું છે. જેના ભાગરૂપે સે.૩૦ની ડમ્પીંગ સાઈટમાંથી કચરાનો યોગ્ય નિકાલ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. જેમાં સાઈટ પર ટ્રો મીલ મશીન શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી રોજ ૨૦૦ ટન કચરામાંથી કાચ, પ્લાસ્ટિક, ધાતુ અલગ કરી દરેક ટન કચરામાંથી ૩૦ટકા જેટલું જૈવિક ખાતર ઉત્પાદિત કરાશે. મનપા આ મશીન માટે મહિને ૬ લાખ ભાડું ચૂકવશે અને જરૂર પડ્યે બીજા ટ્રો મીલ મશીન પણ મૂકાશે. નવા કચરાને ટ્રીટ કરવા સાઈટ પર અલગ જગ્યા ફાળવી દેવામાં આવી છે. પ્લાસ્ટિક વેસ્ટ, ધાતુ અને કાચનો જથ્થો સંચાલક કંપની દ્વારા સુરત લઈ જઈ ત્યાંના પ્લાન્ટ પર રીસાઈકલ કરાશે અને ઉત્પાદિત થયેલ ખાતરના ઢગલાનો નિકાલ મનપાએ કરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here