મનપાનો ઘર ભણી ઘા…!! કોર્પોરેટરોની ગ્રાન્ટમાં બમણો વધારો…!?

0
302

ગાંધીનગર મહાનગર પાલિકાના વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં ચાર લાખનો વધારો કરીને વાર્ષિક ગ્રાન્ટ ૨૫ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ગાંધીનગર મનપાની નવી ટર્મ વર્ષ ૨૦૨૧માં ૪૧ બેઠકોની જંગી બહુમતી સાથે શાસન સંભાળ્યા બાદ ત્રણ વર્ષમાં જ કોર્પોરેટરોની ગ્રાન્ટ ૧૨.૫૦ લાખથી૨૫ લાખની કરી બમણો વધારો કરવામાં આવ્યો છે. નાગરિકોના કરની રકમથી સ્વાયત – સદ્ધર બની રહેલી મનપા દ્વારા કોર્પોરેટરોની ગ્રાન્ટમાં થઈ રહેલ વધારાથી ખરેખર થવા જોઈએ એવા પ્રજાકીય સુવિધાઓના કામોને બદલે મોટાભાગની ગ્રાન્ટ ખુરશી, બાંકડા, પંખા, રમતના અને સંગીતના સાધનોના વિતરણમાં જ વપરાતી રહે છે. ગ્રાન્ટમાં સતત થઈ રહેલ વધારાને પગલે મનપાની તિજોરી પર ભારણ વધતું રહ્યું છે. હવે કોર્પોરેટરો તેમની ટર્મમાં ૧ કરોડથી પણ વધુની રકમ ગ્રાન્ટ પેટે વાપરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે ત્યારે ગૌણ બાબતોમાં ખર્ચ કરવાને બદલે પ્રજાકીય સેવા-સુવિધાઓના કામોમાં ખર્ચાય તેવી અપેક્ષા રહીશો વ્યક્તિ કરી રહ્યા છે.