મનપામાં ચૂંટાયેલી અને વહીવટી પાંખ વચ્ચેનો વિવાદ વકરે છે…!?

0
1242

ગાંધીનગર મનપામાં ડેપ્યુટી કમિશ્નરની બદલીના મુદ્દ વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ વચ્ચેનો વિવાદ વધુ વકરતો જાય છે. ડેપ્યુટી કમિશ્નર ભરત  જોશીની અન્યત્ર બદલી થયા પછી પણ તંત્રને છૂટા ન કરાતા સત્તાધીશ ભાજપના ૧૩ સભ્યોએ આ સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગ સમક્ષ રજૂઆત કરી છે.
ગાંધીનગર મનપાના ડેપ્યુટી કમિશ્નર ભરત જોશીની ગત ૧૨ ડિસેમ્બરે સામાન્ય વહીવટ વિભાગ
દ્વારા સુરેન્દ્રનગર બદલી કરી તેમના સ્થાને અરવલ્લીના નાયબ ચૂંટણી અધિકારીને મૂકવામાં આવતાં તેઓ ગાંધીનગર હાજર થયા છે પરંતુ શ્રી જોશીની કામગીરી યથાવત રાખીને તેમને છૂટા કરવામાં ન આવતા ભાજપના સભ્યો ભારે રોષે ભરાયા છે. આ મુદ્દે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ચેરમેન મનુભાઈ પટેલ સહિત ૧૩ કોર્પોરેટરોએ સામાન્ય વહીવટના અગ્રસચિવને પત્ર લખીને જણાવ્યું છે ક સરકારના સ્પષ્ટ આદેશ છતાં મનપાના વહીવટીતંત્ર દ્વારા આ બદલીના ઠરાવનું ખોટું અર્થઘટન કરીને વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. ચૂંટાયેલી પાંખને હાલ જોશીની કોઈ જરૂર નથી ત્યારે જીએડીના નોટીફીકેશનનો અનાદર થાય એ યોગ્ય નથી. જો કે મનપાના સૂત્રોમાંથી એમ પણ જાણવા મળ્યું છે કે મનપામાં ડેપ્યુટી કમિશ્નરની ૩ જગ્યા મંજૂર થઈ હોઈ તેમને છૂટા કરવામાં આવ્યા નથી. આ મામલે
આગળ જતાં વહીવટી અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વધુ ઘર્ષણ થાય એ સંભાવના પણ નકારી શકાય તેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here