મની લોન્ડરિંગ મામલે જેક્લીન ફર્નાન્ડિઝની ED દ્વારા પૂછપરછ

0
502

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝની ગત રોજ 30 ઓગસ્ટના દિલ્હીમાં પાંચ કલાકથી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) પૂછપરછ કરી રહ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં જેકલીનનું નિવેદન લેવાયું હતું. આ કેસ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે. સુકેશ પર મની લોન્ડરિંગ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. 20 ઓગસ્ટથી તિહાર જેલમાંથી અત્યાર સુધીની સૌથી મોટી ખંડણી (200 કરોડ) વસૂલ કરનારો આરોપ સુકેશ ચંદ્રશેખર તથા ફિલ્મ એક્ટ્રેસ લીના પોલના ચેન્નઇ સ્થિત બંગલામાં EDએ દરોડા પાડ્યા હતા. ED ઇસ્ટે કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડી ભારે માત્રામાં રોકડા અને 15 લક્ઝૂરિયસ કાર જપ્ત કરી છે. આટલું જ નહીં જે બંગલામાં રેઇડ પાડવામાં આવી હતી તે ની કિંમત પણ કરોડોમાં હોવાનું અનુમાન છે.
સોર્સિસ મુજબ, જેકલીન છેલ્લાં થોડાં સમયથી જુહૂ તથા બાંદ્રાની વચ્ચે સી ફેસિંગ ઘર શોધતી હતી. અને બાદમાં તેણે પ્રિયંકા ચોપરાનો સી ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે, અનેક ઘર જોયા બાદ જેકલીન તથા તેના બોયફ્રેન્ડે જુહૂમાં એક સી ફેસિંગ બંગલો ભાડેથી લીધો છે. બંને ટૂંક સમયમાં અહીંયા રહેવા જશે. આ ઘરનું ઇન્ટિરિયરનું કામ ફ્રાંસના એક ડિઝાઈનરને આપવામાં આવ્યું છે. તે જેકલીનના કહ્યાં પ્રમાણે આખો બંગલો સજાવશે. આ ઘર માટે જેકલીને એડવાન્સ ડિપોઝીટની રકમ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here