મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ……!!!!!!!!

0
135

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક છે અને આવા સમયે ત્યાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)એ બુધવારે એક મોટો દાવો કર્યો કે આરએસએસ સંલગ્ન મરાઠી સાપ્તાહિકમાં ભાજપ અને એનસીપીના ગઠબંધન પર સવાલ ઉઠાવનારો એક રિપોર્ટ ડેપ્યુટી સીએમ અજીત પવારને મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન છોડવાનો એક સુક્ષ્મ સંદેશ છે. આરએસએસ સંલગ્ન પ્રકાશન વિવેકનો દાવો છે કે અજીત પવારના નેતૃત્વવાળી એનસીપીની સાથે ગઠબંધન બાદ મહારાષ્ટ્રમાં મતદારોની ભાવનાઓ ભાજપ વિરુદધ થઈ જેના પરિણામ સ્વરૂપે ભગવા પાર્ટીનું પ્રદર્શન બગડ્યું. પ્રકાશન દ્વારા કરાયેલા એક અનૌપચારિક સર્વે મુજબ ભાજપના સભ્યોએ પવાર સાથે હાથ મિલાવવાના પાર્ટીના નિર્ણયનો અસ્વીકાર કર્યો. અજીત પવારે કાકા શરદ પવારની એનસીપીને તોડી અને ગત વર્ષે જુલાઈમાં મહાયુતિમાં જોડાઈ ગયા. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના સભ્યોની સંખ્યા ઘટીને 9 થઈ ગઈ. શિવસેના અને એનસીપીના ક્રમેશ સાત અને એક સભ્યો જીત્યા. જેનાથી ઉલ્ટું મહાવિકાસ આઘાડીએ શાનદાર પ્રદર્શન કર્યું અને 48માંથી 30 સીટો જીતી.