મહારાષ્ટ્રમાં સરકાર રચવા મામલે બીજેપી-શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને રાજીનામુ સોપ્યું છે. વિધાનસભા ચૂંટણી પરિણામ પછી રાજ્યમાં સરકાર બનાવવા મામલે ચાલી રહેલો વિવાદ સતત વધી રહ્યો છે જેના કારણે હજુ સુધી મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તે અંગ અનેક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યપાલને રાજીનામુ સોંપ્યા પછી ફડણવીસે પ્રેસ કોન્ફરેન્સ સંબોધી હતી. જેમાં તેમણે જનતાનો આભાર વ્યક્ત કરતા તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. જો કે આ દરમિયાન શિવસેના સાથે ચાલી રહેલા મુખ્યમંત્રી પદ માટેના વિવાદ અંગે તેમણે સ્પષ્ટતા પણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ગત અઢી વર્ષ દરમિયાન શિવસેનાએ સીએમ પદ માટે કોઇ ચર્ચા કરી ન હતી. શિવસેનાના નેતાઓ ક્યારેય પણ મારી કે બીજેપી નેતાઓની મુલાકાત લીધી ન હતી જ્યારે ચૂંટણી પરિણામ પછી એનસીપી અને કોંગ્રેસ નેતાઓ સાથે સંપર્ક કરી તેમની સાથે ચર્ચા કરી હતી. રાજ્યમાં સરકાર રચવાની સમય મર્યાદા 9 નવેમ્બર છે અને પરિસ્થિતિઓ દર્શાવી રહી છે કે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ આગળ વધી રહ્યું છે.