મહિનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો

0
775

પેટ્રોલિયમ કંપનીઓએ મહિનાના પહેલા દિવસે જ રાંધણ ગેસની કિંમતોમાં વધારો કરી દીધો છે. સબસિડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરાયો છે.

આ ભાવ વધારા સાથે જ દિલ્હીમાં ઘરેલુ વપરાશ માટેના 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરની કિંમત 884.5 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાના વધારા સાથે દિલ્હીમાં તેની કિંમત 1,693 રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી અને 15મી તારીખે રાંધણ ગેસની કિંમતોની સમીક્ષા કરે છે. અગાઉ 1 જુલાઈના રોજ તેલ કંપનીઓએ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.
પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની કિંમતોમાં થઈ રહેલા સતત વધારાના કારણે કેન્દ્ર સરકારે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સરકારના કહેવા પ્રમાણે આ બધું આંતરરાષ્ટ્રીય કિંમતો પર નિર્ભર હોય છે અને તેમના હાથમાં વધારે કશું નથી. સરકારે સતત ગેસની કિંમતોમાં સબસિડી ખતમ કરતા જવાનો પ્રયત્ન કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here