માણસામાં 2, ગાંધીનગરમાં 1.5 અને દહેગામમાં 1.2 ઇંચ વરસાદ

0
931

જિલ્લામાં નવેસરથી મેઘ મહેરની શરૂઆત થઇ છે. મંગળવારની રાત્રે જિલ્લામાં સરેરાશ અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયા પછી 27મીએ દિવસ દરમિયાન પણ જિલ્લામાં સરેરાશ સવા ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. તેમાં માણસામાં 2, ગાંધીનગરમાં 1.5 અને દહેગામમાં 1.2 ઇંચ વરસાદ થયો હતો. કલોલ પંથકમાં ઝાપટાવાળીમાં પણ અડધા ઇંચ જેટલું પાણી વરસવાની સાથે જિલ્લામાં મોસમનો વરસાદ 65 ટકા પર પહોંચવા આવ્યો છે. જે ગત વર્ષે આ સમયે 36 ટકા પર રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here